Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ગાજિયાબાદ પોલીસનો ‘નાશ’ લેવાનો નવતર પ્રયોગ : વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

પોલીસ સ્ટેશનની મેસમાં કૂકરનો ઉપયોગ કરીને નાશ લેવામાં આવી

નવી દિલ્હી : દેશભરમાં કોરોના સંક્રમણ ખુબ જ ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે. તેનાથી બચવા માટે લોકો અલગ-અલગ રીતો અપનાવી રહ્યાં છે. લોકો ઈમ્યૂનિટી બૂસ્ટર વધારવા માટે ઉકાળાઓ પીવાની સાથે નાશ પણ લઈ રહ્યાં છે. ગાજિયાબાદ પોલીસે નાશ લેવા માટે દેશી જૂગાડ અપનાવ્યો છે. ગાજિયાબાદ પોલીસનો નાશ લેવાનો વીડિયા હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે

   નાશ લેવાનો આ વીડિયો ગાજિયાબાદના સિહાની ગેટ પોલીસ સ્ટેશનનો છે. પોલીસ સ્ટેશનની મેસમાં કૂકરનો ઉપયોગ કરીને નાશ લેવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક કૂકરને સ્ટોવ પર રાખવામાં આવ્યો છે. આ કૂકર સાથે એક પાઈપને જોડવામાં આવી છે જેમાંથી વરાળ નિકળી રહી છે. પોલીસ કર્મીઓ પાઈપ સામે આવીને મોંઢૂ ખોલીને નાશ લે છે

(9:18 pm IST)