Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

માત્ર 55થી 200 રૂપિયાનું યોગદાન આપીને વર્ષે 36.000 રૂપિયાની પેંશનનો મળશે લાભ

કેન્દ્રની નવી શ્રમયોગી માનધન યોજના શરૂ ઘરઘાટી, મોચી, દરજી, ધોબી ઉપરાંત બિનસંગઠિત ક્ષેત્રના ઓછો પગાર ધરાવતા લોકોને તેનો લાભ મળી શકે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કોરોના કાળમાં નવી શ્રમયોગી માનધન યોજના શરુ કરી છે. જેમાં વય પ્રમાણે 55થી 200 રુપિયાનું યોગદાન આપી વર્ષે 36000 રુપિયાનું પેન્શન મેળવી શકાય છે. પરંતુ આ પેન્શન 60 વર્ષ પછી શરુ થશે. જો સ્ક્મિધઆરકનું દરમિયાનમાં મૃત્યુ થઇ જાય તો પેન્શનની અડધી રકમ મળશે. આ યોજના ઘરઘાટી, મોચી, દરજી, ધોબી સહિતના મજૂર વર્ગ માટે છે.

   મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો નિવૃત્તિ બાદ પૈસાની ચિંતામાં રહે છે. તેમના માટે સરકારે આ શ્રમ યોગી માનધન યોજના શરુ કરી છે. વળી તેમાં બહુ મોટી રકમનું રોકાણ પણ કરવાનું નથી. વ્યક્તિના રોકાણ જેટલું સરકાર પણ તેમાં ફાળો આપે છે. જેનાથી 60 વર્ષની આયુ બાદ સ્ક્મિધારકની પેન્શનની રકમ બને છે.

બિનસંગઠિત ક્ષેત્રના લોકો માટે શરુ કરાયેલી આ યોજનામાં દર મહિને અમુક રકમ જમા કરાવ્યા બાદ 60 વર્ષે માસિક ન્યુનતમ 3000 એટલે વર્ષે 36000 રુપિયા સુધીની પેન્શન શરુ થાય છે. જો લાભાર્થીનું દરમિયાનમાં જ મૃત્યુ થઇ જાય તો પેન્શનની 50 ટકા રકમ તેના પરિવારને મળી જાય છે.

આ યોજનામાં વયઝૂથના હિસાબે માસિક રકમ જમા કરાવવાની હોય છે. તેમાં 55થી લઇ 200 રુપિયા સુધી જમા થાય છે. સાથે લાભાર્થીની જમા રકમ જેટલો જ ફાળો સરકાર આપે છે. દાખલા તરીકે તમારી વય 18 વર્ષ છે, તો માસિક રોકાણની રકમ 55 રુપિયા છે. જ્યારે 30 વર્ષવાળાને રુપિયા 100 અને 40 વર્ષની વયના લોકોને 200 રુપિયા જમા કરાવવાના રહેશે.

18 વર્ષના લાભાર્થીની ગણતરી કરીએ તો તેનું વાર્ષિક યોગદાન 660 રુપિયા અને 42 વર્ષ બાદ કુલ રોકાણ 27,720 રુપિયા થશે. ત્યારે આટલી જ રકમ સરકાર પણ એટલો ફાળો આપશે. જેમાંથી માસિક 3000 રુપિયાની પેન્શન લાભાર્થીને 60 વર્ષ પછી મળવાની શરુ થઇ જશે

 

આ સ્કિમ ઘરઘાટી, મોચી, દરજી, ધોબી સહિતના મજૂર વર્ગના લોકો માટે 2019માં આ સ્કીમ શરુ કરાઇ હતી. હવે તેમાં બિનસંગઠિત ક્ષેત્રના ઓછો પગાર ધરાવતા લોકોને તેનો લાભ મળી શકે છે. આ યોજના 18 વર્ષથી 40 વર્ષના લોકો અને માસિક 15000થી ઓછી આવક ધરાવનારા માટે છે. જો કોઇ બીજી સરકારી સ્કીમનો લાભ લઇ રહ્યા હોવ તો આ યોજનાનો લાભ લઇ શકાશે નહીં.

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં રજીસ્ટ્રેશન માટે નજીકના CSC  સેન્ટરમાં જવું પડશે. ત્યાં આધારકાર્ડ, બેન્ક સેવિન્ગ એકાઉન્ટ કે જનધન ખાતાની IFSC કોડ સાથે માહિતી આપવાની રહેશે. પુરાવા તરીકે પાસબુક, ચેકબુક કે બેન્ક સ્ટેટમેન્ટ બતાવી શકાશે. જેનાથી ખાતું ખોલી શકાશે. ખાતા ખોલાવતી વખતે નોમિની (વારસદાર)નું નામ પણ નોંધાવી શકાશે. ત્યાર બાદ લાભાર્થીને એક કાર્ડ મળશે. આના માટે LIC, ESIC, EPFOના માધ્યમથી પણ અરજી કરી શકાશે.

આ યોજના માટે આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટ, વેલિડ ફોન નંબર આપવાનું રહેશએ. ત્યાર બાદ ખાતુ ખુલી જશે. મોબાઇલ નંબરમાં તમને ખાતા સંબંધિત માહિતી મળતી રહેશે.

(9:02 pm IST)