Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

૭ કંપની રેમડેસિવિરના ૭૪ લાખ ડોઝનું ઉત્પાદન કરશે

ઓક્સિજન સાથે રેમડેસિવિર માટે ફાંફા

નવી દિલ્હી, તા.૨૪ : ઓક્સિજનની સાથે સાથે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સામે પણ લોકો ઝઝૂમી રહ્યા છે. કોરોનાના હાહાકાર વચ્ચે ઈન્જેક્શન પણ મળી રહ્યા નથી અને તેના કાળાબજાર થઈ રહ્યા છે.

હવે કોરોના સંક્રમણ વચ્ચે સરકારે જાહેરાત કરી છે કે, રેમડેસિવિરનુ પ્રોડક્શન વધારવામાં આવી રહ્યુ છે. દેશમાં રેમડેસિવિરનુ ઉત્પાદન કરતી લાઈસન્સ પ્રાપ્ત સાત કંપનીઓ મે મહિનામાં ૭૪ લાખ ડોઝનુ ઉત્પાદન કરશે. જે હાલમાં ૩૮.૮૦ લાખ યુનિટ છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે દેશમાં વધી રહેલી રેમડેસિવિરની માગણીને ધ્યાનમાં રાખીને તેની નિકાસ પર તાજેતરમાં પ્રતિબંધ મુક્યો છે. દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યોની એક બેઠક બોલાવીને રેમડેસિવિરનો જથ્થો ૨૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરો પાડવામાં આવશે તેમ પણ કહ્યુ હતુ.

(7:22 pm IST)