Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોના કાળઃ પારસી સમુદાયે ૩ હજાર વર્ષ જૂની પરંપરા તોડીઃ હવે મૃતદેહોને દોખમે નસીનને બદલે અગ્નિદાહથી અંતિમ સંસ્કાર

નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે પારસી સમુદાયને પોતાના મૃત પામતા લોકોના અંતિમ સંસ્કારની ૩ હજાર વર્ષ જૂની પરંપરા દોખમે નસીનને બદલાવી અગ્નિદાહ કરવા મજબૂર થવુ પડ્યુ છેઃ પારસી સમાજમાં મૃતદેહોને ગીધ માટે ટાવર ઓફ સાયલન્સ પર ખુલ્લામાં છોડી દેવામાં આવે છેઃ પારસી સમુદાય-સુરતના પદાધિકારીઓએ કોરોનાના કારણે જ્ઞાતિના મહિલા-પુરૂષોના મૃતદેહોને હવે અંતિમ સંસ્કાર માટે ગોળ ખાડામાં છોડી દેવાના બદલે અગ્નિદાહ કરવા દેવાની મંજૂરી આપી છેઃ દેશમાં પારસીઓની સંખ્યા ૧ લાખની છેઃ સૌથી વધુ પારસી સમુદાયના લોકો મુંબઇમાં રહે છેઃ સુરતમાં આજે પણ ૩ હજારની વસ્તી છેઃ જેમાંથી કોરોનાને કારણે ૫૦ લોકોનું નિધન થયુ છેઃ પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની દોખમે નસીન પરંપરા છે જેમાં શબને ગીધ તથા અન્ય પક્ષીઓ માટે ખુલ્લામાં છોડી દેવાય છેઃ સમુદાય અગ્નિ, જળ તથા પૃથ્વીને પવિત્ર માની મૃતજનોના શબને તેમના સુપુર્દ નથી કરતુઃ હાલમાં ગીધોની સંખ્યા ઘટી રહી છે, જેને કારણે મૃતદેહ ખુલ્લામાં છોડી દેવાય તો તે ૬ થી ૮ મહિના પડી રહે છેઃ કોરોનાના કારણે બીજા લોકોને તકલીફ ન પડે તેથી અગ્નિદાહનો વિકલ્પ અપનાવાયો છે

(4:00 pm IST)