Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ભાજપ ખતરનાક પાર્ટી : લોકોના દિલ-દિમાગને નિયંત્રિત કરવા અને ખાન -પાન રહેણીકહેણી પર લગાવે છે લગામ

વન પાર્ટી વન નેશનની અવધારણા સત્ય થવા જઈ રહી છે.: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કેફિયત

નવી દિલ્હી : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનું કહેવું છે કે, બીજેપી તમારો વોટ જ નથી માંગતા પરંતુ તેઓ કેટલાક પગલાઓ આગળ વધીને તમારા દિલોદિમાગને જ નિયંત્રિત કરવા લાગી જાય છે. તમારા ખાન-પાન, રહેણી-કરણી જેવી ચીજો પર લગામ લગાવવામાં આવે છે. તે કારણે જ આ પાર્ટી ખતરનાક છે.

 

ઈન્ડિયન એક્સપ્રેસના આઈડિયા એક્સચેન્જ ઈવેન્ટમાં ઈલેક્શન એક્સપર્ટે પ્રશાંત કિશોરે કહ્યું કે, આટલા મોટી બહુમતીથી પ્રથમ વખત કોઈ સરકાર બની છે. એવું પણ નથી કે, મોદીથી વધારે સમય સુધી દેશમાં કોઈએ શાસન કર્યું નથી. પરંતુ એવું પ્રથમ વખત જોવા મળી રહ્યું છે કે, લોકોના દિલો દિમાગને કેવી રીતે નિયંત્રણ કરવામાં આવી રહ્યાં છે.

એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું કે, બંગાળમાં બીજેપી જીત્યા પછી વન પાર્ટી વન નેશનની અવધારણા સત્ય થવા જઈ રહી છે. તેમનું કહેવું હતુ કે, એક રાજકીય પાર્ટીના રૂપમાં બીજેપી દ્વારા વોટ માંગવા ખોટા નથી, પરંતુ જેવી રીતે તે વિપક્ષને નેસ્તાનાબૂદ કરવાની કોશિશ કરી રહ્યું છે તે બધી જ રીતે ખોટું છે.

પ્રશાંતનું કહેવું હતુ કે, તેઓ પોતાની ઉપલબ્ધિઓનો પ્રચાર કરે તે ખોટું નથી, પરંતુ ચોક્કસ રીતે તે કહેવું ઠિક નથી કે પાછલા 70 વર્ષોમાં દેશમાં કંઈ જ થયું નથી.  તેમનું કહેવું છે કે, એવું કહેતી વખતે બીજેપી નેતાઓ તે ભૂલી જાય છે કે, પાછલા 70 વર્ષોમાંથી 10 વર્ષ તો દેશ પર તેઓ પોતે જ રાજ કરી રહ્યાં છે. એટલે તેમને પોતાની સરકારમાં પણ કંઈ જ કર્યું નથી.

(12:00 am IST)