Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

હાલના કોવિદ -19 સંજોગોમાં સિગારેટ અને બીડી ઉપર કામચલાઉ બાન મુકો : રોગચાળાના સમયમાં જો તે જીવલેણ નીવડી શકતા હોય તો હાલની તકે તેના સેવન અને વેચાણ ઉપર પ્રતિબંધ મુકવો યોગ્ય ગણાય : બોમ્બે હાઇકોર્ટનું સૂચન

મુંબઈ : બોમ્બે હાઇકોર્ટે હાલના કોવિદ -19 સંજોગોમાં સિગારેટ અને બીડી ઉપર કામચલાઉ બાન મુકવાની ભલામણ કરી છે.તથા જણાવ્યું છે કે  રોગચાળાના સમયમાં જો તે જીવલેણ નીવડી શકતા હોય તો હાલની તકે તેના સેવન અને વેચાણ ઉપર પ્રતિબંધ મુકવો યોગ્ય ગણાય .

મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે ચેતવણી આપી હતી કે શું સિગારેટ પીતી વ્યક્તિઓ અને બીડી પીનારાઓ માટે કોવિદ -19 વાઇરસ વધુ ઘાતક નીવડી શકે તેવો  કોઈ અભ્યાસ કરવામાં આવ્યો છે કે કેમ . કારણ  કે વાયરસ દ્વારા ફેફસાંને અસર થાય છે.

નાગરિકોના સ્વાસ્થ્ય માટે  અમારું મંતવ્ય છે કે રોગચાળા દરમિયાન સિગારેટ અને બીડીઓના વેચાણ પર પ્રતિબંધ લાવવા પગલાં લેવા જોઈએ તેવું  કોર્ટે સૂચન કર્યું હતું.

કોર્ટમાં મુંબઇ સ્થિત વકીલ સ્નેહા મારજાડી દ્વારા હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા, પ્રયોગશાળા પરીક્ષણ સુવિધાઓ અને રીમડેસિવીર અને ઓક્સિજનની પ્રાપ્તિ અંગેની વિગતો માંગવાની અરજીની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે ઉપરોક્ત સૂચન કર્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)