Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

જો પાકિસ્તાન ICJ ના નિર્દેશનું પાલન નહીં કરે તો યુનોમાં જઈ શકાય :વકીલ હરીશ સાલ્વેનું નિવેદન

હવે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્દેશોનું પાલન કરવું જ પડશે

 

નવી દિલ્હી : કુલભૂષણ જાધવ મામલે 15-1 મુજબ ભારતના પક્ષમાં નિર્ણય આવ્યો છે કુલ 16 જજ પૈકી 15 જજે ભારતની તરફેણમાં નિર્ણય આપ્યો છે. અદાલતે જાધવને કોન્સ્યુલર એક્સેસ માટે પણ મંજૂરી આપી છે. કોર્ટે પાકિસ્તાનને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે પણ જણાવ્યું છે.

    મામલે ભારત તરફથી પક્ષ મુકનાર સિનિયર એડવોકેટ હરીશ સાલવેએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્વીકાર્યુ કે પાકિસ્તાને વિયેના કરારનો ભંગ કર્યો છે. પાકિસ્તાને કાઉન્સિલર એક્સેસનો પણ વિરોધ કર્યો હતો જોકે તેની માંગ આઈસીજેએ ફગાવી છે. હવે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્દેશોનું પાલન કરવું પડશે.

   જો હવે પાકિસ્તાન કોઈ આનાકાની કરશે તો કુલભૂષણના મામલે ભારત સંયુક્ત રાષ્ટ્રમાં પણ જઈ શકે છે.   સિવાય પર આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ઘેરવાના અનેક વિકલ્પો ભારત પાસે છે.

(11:15 pm IST)