Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પેટ્રોલ પંપ ઉપરથી ડઝનેક સુવિધા વિનામુલ્યે મળે છેઃ તમને ખ્યાલ છે ?

પેટ્રોલ પંપ પર સામાન્ય જનતાને અમુક સુવિધાઓ સંપૂર્ણ રીતે ફ્રીમાં આપવામાં આવે છે. માર્કેટિંગ ડિસિપ્લિન ગાઇડલાઇન્સ હેઠળ પેટ્રોલ પંપ માલિક સામાન્ય લોકોને આ સુવિધાઓ પૂરી પાડવા માટે બાધ્ય હોય છે. પરંતુ એવું મોટા ભાગે થતું નથી. આ માટે તેમની સામે ફરિયાદ કરી શકાય છે અને ફરિયાદ બાદ ગુનામાં આવતા પેટ્રોલ પંપનું લાઇસેન્સ પણ રદ થઈ શકે છે.

આ સુવિધાઓમાં હવા ભરવાની સુવિધા સામેલ છે. જે એકદમ ફ્રી હોય છે. આ માટે પેટ્રોલ પંપ માલિકે પંપ પર હવા ભરવાની ઇલેકટ્રોનિક મશીન લગાવવાની જરૂરી છે. ઉપરાંત પેટ્રોલ પંપ પર પીવાના શુદ્ઘ પાણીની વ્યવસ્થા હોવી જરૂરી છે. જે એકદમ ફ્રી હોય છે. આ સિવાય વોશરૂમની સુવિધા પણ પેટ્રોલ પંપના માલિકે ફ્રી આપવાની હોય છે.

જો વોશરૂમ ગંદુ અથવા તૂટેલું હોય તો ગ્રાહક ફરિયાદ કરી શકે છે.  પેટ્રોલ પંપ પર સામાન્ય જનતા માટે ફ્રી ફોન કોલની સુવિધા પણ હોય છે. એટલે કે જો તમને ઇમરજન્સી કોલ કરવાનો હોય તો તમે પેટ્રોલ પંપ પરથી ફ્રીમાં કોલ કરી શકો છો. પેટ્રોલ પંપ પર ફર્સ્ટ એડ બોકસ રાખવું જરૂરી છે. જેમાં લાઇફ સેવિંગ્સ દવાઓ અને અન્ય મેડિકલ કિટ હોય છે. દવાઓ એકસપાયરી ડેટ વાળી ન હોવી જોઈએ. આ સિવાય પેટ્રોલ પંપ પર સેફ્ટી ડિવાઇસેઝ અને રેતીથી ભરેલી બાલ્ટીઓ હોવી જરૂરી છે. તેથી આગ લાગવાની સ્થિતિમાં તેનો ઉપયોગ થઈ શકે.

આ સિવાય પેટ્રોલ પંપ પર ગ્રાહકને પેટ્રોલ અથવા ડીઝલ ભરાવ્યા બાદ બિલ લેવોનો સંપૂર્ણ અધિકાર છે. પેટ્રોલ પંપનો માલિક બિલ આપવાથી ઇન્કાર નથી કરી શકતો. આ સિવાય ગ્રાહકને પેટ્રોલ અને ડીઝલની કવાલિટી અને કવાંટિટી અંગે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંતમોની માહિતી ડિસ્પ્લે કરવી જરૂરી છે. જેથી સામાન્ય જનતા ભાવ જાણી શકે. ઉપરાંત પેટ્રોલ પંપ પર ફરિયાદી બોકસ હોવું જરૂરી છે. આ સાથે પેટ્રોલ પંપના માલિક અને કંપનીનું નામ અને કોન્ટેકટ નંબરની માહિતી આપવી જરૂરી છે. તેથી સામાન્ય લોકો પેટ્રોલ પંપના માલિક સાથે કયારે પણ ડાયરેકટ કોન્ટેક કરી શકે. આ સાથે પેટ્રોલ પંપ બંધ અને ખુલવાના સમયની માહિતી હોવી જોઈએ.

આપને જણાવી દઈએ કે જો તમે પેટ્રોલ પંપના માલિક વિરુદ્ઘ કોઈ ફરિયાદ કરવા ઇચ્છો છો તો તમે સેંટ્રલાઇઝડ પબ્લિક ગ્રીવેંસ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમના પોર્ટલ એટલે કે ષ્ટષ્ટિંંશ્વર્દ્દીશ્ર.િંંરુ પર જઈ ફરિયાદ કરી શકો છો. ઉપરાંત પેટ્રોલ પંપ જે કંપનીનું છે એ કંપનીની વેબસાઇટ પર જઈ કંપનીના ઉચ્ચ વિભાગને પણ ફરિયાદ કરી શકો છો.

(3:46 pm IST)