Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સરકારે GPF ના વ્યાજદરમાં કર્યો ઘટાડો

સરકારે જીપીએફ પર જુલાઈથી સપ્ટેમ્બર માટે વ્યાજ દરને ૭.૯ ટકા રાખવાનો નિર્ણય લીધો છે

નવી દિલ્હી, તા.૧૭: કેન્દ્ર સરકારે GPF (જનરલ પ્રોવિડન્ટ ફંડ)ના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જીપીએફ પર જુલાઈથી સપ્ટેમ્બર માટેનો વ્યાજદર ૭.૯ ટકા રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીપીએફનો વ્યાજ દર ૮ ટકા રાખ્યો હતો. જીપીએફનો વ્યાજ દર કેન્દ્ર સરકારના તમામ કર્મચારી, રેલવે અને સુરક્ષા દળોના પ્રોવિડન્ટ ફંડને પણ લાગુ પડે છે.

નાણા મંત્રાલય તરફથી કરાયેલા આદેશ અનુસાર જીપીએફ પર ૧ જુલાઈ, ૨૦૧૯થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધી વ્યાજ દર ૭.૯ ટકા ચૂકવવામાં આવશે. આ દર ૧ જુલાઈ, ૨૦૧૯થી અમલમાં આવશે. સરકારે તાજેતરમાં જ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં પણ કાપ મુકયો હતો. સરકારે પીપીએફ અને સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરમાં ૧૦ બેઝિઝ પોઈન્ટનો કાપ મુકયો હતો.

(11:58 am IST)