Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

જળ જીવન મિશન

'હર ઘર કો નલ સે જલ...' આવતા મહિનાથી યોજનાનો પ્રારંભ

દરેક વ્યકિતને રોજ મળશે ૫૫ લીટર પાણી : પ વર્ષમાં રૂા ૩.૬ લાખ કરોડ ખર્ચાશે

નવી દિલ્હી તા.૧૭ : દરેક ઘરને નળ દ્વારા જળ પહોચાડવાના માટે મોદી સરકાર આવતા મહીનાથી ''જળ જીવન મિશન'' શરૂ કરી શકે છે. આ મહત્વાકાંક્ષી મિશન પર આગામી પાંચ વર્ષમાં ૩,૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ મિશનની ખાસ વાત એ છે કે તેના હેઠળ દરેક વ્યકિતને રોજનુ પપ લીટર પાણી ઉપલબ્ધ કરાવવાના ઉદેશથી પાઇપ દ્વારા જળ કનેકશન આપવામાં આવશે. જળ શકિત મંત્રાલયના સુત્રોએ કહ્યુ કે નાણામંત્રાલયના ખર્ચ વિભાગના સચિવની અધ્યક્ષતાવાળી એક સમિતી આજે ''જળ જીવન મિશન''ના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપી શકે છે. ત્યાર પછી મંત્રાલય તેને કેબિનેટની મંજુરી માટે મોકલશે. આ યોજના કેન્દ્ર દ્વારા પ્રયોજીત હશે.

સુત્રો અનુસાર , ''જળ જીવન મિશન'' હેઠળ આગામી પાંચ વર્ષમાં ૧૪ કરોડથી વધુ પરિવારોને પાણીનું કનેકશન આપવામાં આવશે. તેમના અનુસાર, ડીસેમ્બર ૨૦૧૭ સુધીમાં લગભગ ૪૭ ટકા ગ્રામીણ પરિવારોને વ્યકિત દીઠ રોજના ૫૫ લીટર પાણીની સુવિધા હતી જો કે પાઇપ દ્વારા પાણીની સુવીધા ફકત ૨૦ ટકા ગ્રામીણ પરિવારોને જ હતી.

ઉલ્લેખનીય છે કે  નાણા પ્રધાન સીતારમણે પોતાના ૨૦૧૯-૨૦ના બજેટમાં નળ થી જળ ઉપલબ્ધ કરવાની અને કેન્દ્ર સરકાર વિભીન્ન ચાલુ યોજનાઓની સાથે મળીને જળ જીવન મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા ભાજપાએ પોતાના ચુંટણીના ઢંઢેરામાં જળ જીવન મિશન શરૂ કરવાનુ વચન આપ્યુ હતુ. પક્ષે જળ શકિતનુ નવુ મંત્રાલય શરૂ કરવાનુ પણ વચન આપ્યુ હતુ. નવી સરકાર બની ગયા પછી સરકાર ત્યારના પાણી પુરવઠા, સ્વચ્છતા વિભાગ અને જળ સંસાધન મંત્રાલયને એક કરીને જળ શકિત મંત્રાલય બનાવીને ૧ જુલાઇથી જળશકિત મિશનની શરૂઆત કરી હતી.

(11:45 am IST)