Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અમદાવાદ જેલમાં કેદ અતિક અહમદના નિવાસસ્થાને સીબીઆઈના દરોડા

પ્રયાગરાજમાં અતિકના ઘર બહાર રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ તૈનાત

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ અતીક અહમદના નિવાસ સ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યા છે .સીબીઆઈ દ્વારા યુરીના પ્રયાગરાજમાં અતીકના નિવાસ સ્થાને તપાસ શરૂ કરવામાં આવી .છે આ દરમ્યાન અતીકના નિવાસ સ્થાન બદાર રેપિડ એક્શન ફોર્સ અને પોલીસને તૈનાત કરી દેવાઈ છે

   અત્રે ઉલ્લેખનીય છેકે સીબીઆઈ દેવરિયા કાંડ મામલે કોર્ટના આદેશ બાદ અતીક વિરૂદ્ધ તપાસ કરી રહી છે. સીબીઆઈએ મંગળવારે દેવરિયામાં પણ તપાસ શરૂ કરી હતી. અતીક પર આરોપ છે કે, તેના સાગરિતોએ મોહિત જયસ્વાલ નામના વેપારીનું અપહરણ કરી તેની પાસેથી કરોડો રૂપિયાની મિલકત પડાવી લીધી. જે બાદ મોહિત જયસ્વાલે અતીક વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. અતીક અત્યારે અમદાવાદની જેલમાં બંધ છે.

(10:57 am IST)