Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

આસામમાં ભયંકર પૂરપ્રકોપ : આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

રાજ્યના 4620 ગામના 45 લાખ લોકો પુરથી પ્રભાવિત : ચિરાંગના અનેક ગામો જળબંબાકાર

ગૌહાતી : આસામમાં ભીષણ પૂર પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે  આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૧૭ થયો છે જ્યારે આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મુજબ રાજ્યના 4,620 ગામના 45 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે.

  આસામના ચિરાંજ જિલ્લામાં પૂરની સૌથી મોટી અસર થઈ છે. ચિરાંગના અનેક ગામોમાં જળબંબાકાર છે. આસામના રાજ્યના 33માંથી 30 જિલ્લા પૂરની ઝપટમાં આવી ચુક્યા છે. પૂરની સ્થિતિ બાદ કેન્દ્ર સરકારે પૂર પીડિતોની મદદ માટે આસામને રૂપિયા 251.55 કરોડની સહાય જાહેર કરી છે. આસામના કાઝીરંગા નેશનલ પાર્ક પાણીમાં ગકરાવ થયો છે. જ્યારે બ્રહ્મપુત્રાનદીમા જળસ્તર સતત વધી રહ્યુ છે.

(10:13 am IST)