Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અમેરિકાના ''પ્રાઇવસી એન્ડ સિવીલ લીબર્ટી બોર્ડ''માં ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી આદિત્ય બામઝાઇની નિમણુંકને સેનેટની બહાલી

વોશીંગ્ટનઃ ડીસીઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ''પ્રાઇવસી એન્ડ સિવીલ લીબર્ટીઝ ઓવરસાઇટ બોર્ડ''માં નિમણુંક પામેલ ઇન્ડિયન અમેરિકન એટર્ની આદિત્ય બામઝાઇની નિમણુંકને સેનેટએ બહાલી આપી છે. તેમની નિમણુંકથી બોર્ડમાં પાંચ મેમ્બર્સની સંખ્યા પૂર્ણ થઇ છે. પરિણામે દેશને આતંકવાદથી મુકત કરાવી લોકાના નાગરિક અધિકારોની રક્ષા કરવામાં સરળતા રહેશે તેવું બોર્ડ ચેર આદમ કલેઇનએ જણાવ્યું હતું.

(8:42 pm IST)