Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઉતરી યમનમાં હુમલામાં 10 નાગરિકોના મૃત્યુ: 22થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઉતરી યમનના સાદા પ્રાંતમાં સીમા નજીક બજારમાં થયેલ એક હવાઈ હુમલામાં 10 નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે જયારે અન્ય 22જેટલા શખ્સોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્ના અધિકારીદ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

            યમન માટે સંયુક્ત રાષ્ટ્ર માનવીય સમ્નવયસ્ક લિસે ગ્રાન્ડે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અહીંયા હુમલામાં એક અઠવાડિયા પછી એવી ઘટના બની જેના કારણે એક જગ્યા પર 10 નાગરિકોના મૃત્યુ થયા છે જેમાં ચાર બાળકો અને એક મહિલાનો સમાવેશ થઇ રહ્યો છે. હજુ સુધી હુમલા અને કોઈ પણ ખુલાસો થયો નથી.

(6:52 pm IST)