Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઓએમજી.....આ ગઝબની નોકરી કરવા પર કર્મચારીને મળશે 30 લાખ અને આલીશાન મકાન: માત્ર પૂર્ણ કરવાની રહેશે આ શરત

નવી દિલ્હી: એક સારી નોકરીની અને આલીશાન ઘરનું સ્વપ્ન દરેક વ્યક્તિ જોતા હોય છે જો તમને કોઈ એવી નોકરી માટે કહેવામાં આવે જેમાં 30 લાખ અને 6 માળના બંગલામાં રહેવા મળે તો તમે કરશો????.....લંડનના નાઈટસબ્રીજમાં રહેનાર એક યુવકે પોતાના બે ગોલ્ડન રિટ્રીવરની સારસંભાળ માટે કેરટેકરને શોધી રહ્યા છે અને માટે તેમણે જાહેરાત આપી છે.

             મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેયરટેકર માટે થોડું કામ આપવામાં આવશે. જેમાં તેમને સવાર સાંજ ફરવા લઇ જવા પડશે અને તેમના ભોજન પર પૂરતું ધ્યાન આપવાનું રહેશે માટે યુગલે જે કોઈ નોકરી કરે તે 30 લાખ અને 6 માળની બિલ્ડિંગમાં રહેવા માટેની ઓફર કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:51 pm IST)