Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ચીનની એક શાળામાં ચપ્પુથી થયેલ હુમલામાં 16 બાળકો સહીત બે શિક્ષક ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ચીનના ગુઆંગશી જુઆંગ સ્વાયત વિસ્તામ્ર આજ રોજ એક એક નર્સરીમાં થયેલ ચપ્પુથી હુમલામાં 16 બાળકો સહીત 2 શિક્ષકને ગંભીર રીતે ઇજા પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. સ્થાનિક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

     ચીનમાં ચાકુથી હુમલો કરી નર્સરી સહીત માધ્યમિક શાળાના બાળકોને તેમજ નાગરિકોને પણ નિશાન બનાવીને પ્રકારના હુમલાઓ અવારનવાર થતા હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસે ઘણીવાર તેને અસંતુષ્ટ અથવા માનસિક રૂપથી અસંતુલિત લોકોનું કામ હોવાનું જણાવે છે.

(5:30 pm IST)
  • કચ્છમાં ૩.૫નો ભૂકંપ : કચ્છમાં ૩.૫ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો સવારે ૬.૩૪ વાગ્યે અનુભવાયો access_time 2:58 pm IST

  • રાજકોટ : સાંજના સમયે ગેલેકસી સિનેમા સામેની પાનની દુકાન સીલ કરાઈ : ટોળાં એકત્રિત થતા મ્યુનિ.ટીમ ત્રાટકી : સાત દિવસ સુધી દુકાન સીલ કરાઈ access_time 11:49 pm IST

  • વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર યથાવત ચાલુ: દેશમાં કોરોના કેસોએ નવો રેકોર્ડ સર્જ્યો, ૨૪ કલાકમાં ૩,૬૦,૯૬૦ નવા કેસ,મૃત્યુનો પણ નવો વિક્રમ: ૩૨૯૩ નવા મોત: ૨,૬૧,૧૬૨ સજા થયા: બ્રાઝિલમાં ૭૬ હજાર: અમેરિકામાં ૫૨ હજાર: ફ્રાન્સમાં ૩૦ હજાર: જર્મનીમાં ૧૯ હજાર: ઇટલીમાં ૧૦ હજાર: રશિયામાં ૮ હજાર: અને કેનેડામાં ૬ હજાર: નવા કેસ નોંધાયા access_time 11:22 am IST