Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદ : બાળકોને પોલીસે ગોંધી રાખ્યા હોવાના આક્ષેપો સરકારે હાઇકોર્ટમાં ફગાવ્યા

અરજદારના જ 2 બાળકો આશ્રમ બહાર તેમની મરજીથી ગયા હોવાનું જણાવ્યું

 

અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ ગુરુકુળમાં ભણતા બાળકોના વાલીઓએ હાઇકોર્ટમાં તપાસના નામે ગુરુકુળમાં ભણતા બાળકોને પોલીસ તરફથી ગોંધી રખાયા હોવાનો આક્ષેપ કરતી અરજી વાલીઓ દ્વારા કરાઈ હતી જેના જવાબમાં સરકારે પોલીસ પરના તમામ આક્ષેપો ફગાવ્યા સાથે અરજદારના 2 બાળકો આશ્રમ બહાર તેમની મરજીથી ગયા હોવાનું જણાવ્યું હતું. અરજદારે સરકારે રજુ કરેલ જવાબ સામે જવાબ રજૂ કરવા સમયની માંગણી કરી હતી. કોર્ટે વધુ સુનાવણી 12મી ડીસેમ્બર પર રાખી છે

 

  તપાસ ના નામે ગુરુકુળમાં ભણતા બાળકોને પોલીસ તરફથી ગોંધી રખાયા હોવાનો વાલીઓનો આક્ષેપ છે. પોલીસ બાળકોને નિત્યાનંદ ની અશ્લીલ ક્લિપો બતાવતી હોવાની પણ વાલીઓની રજૂઆત છે. તપાસના નામે બાળકોના ટોર્ચર કરાતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર ની તપાસ પોલીસ સિવાય અન્ય સ્વતંત્ર અને તટસ્થ તપાસ થાય તે માટે અન્ય એજન્સીને આપવામાં આવે તેવી માંગણી થઈ છે.
 
હાલના તપાસ અધિકારી નિત્યાનંદ આશ્રમ માં ભણતા બાળકો સામે કોઈ સખત કાર્યવાહી કરે અને અભદ્ર વર્તન કરે તે માટે કોર્ટ જરૂરી નિર્દેશ જારી કરે તેવી પણ માગણી કરવામા આવી છે.. પોલીસ તરફથી પોર્નોગ્રાફિક મટિરિયલ્સ બતાવી અને હેરાન કરવામાં આવે તેવી પણ કોર્ટમાં રજૂઆત કરવામા આવી છે.

 

(10:39 pm IST)