Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

આણંદ નજીક ગામડીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપ્યા

આણંદ: નજીક આવેલા ગામડી ગામના બારવીઘાં ખાતે દરોડો પાડીને એક મહિલા અને એક શખ્સને દેશી-વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. જો કે મુખ્ય સૂત્રધાર રણો ઉર્ફે રાણીયો ઉર્ફે સુરેશ ચાવડા સહિત ચાર શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ અંગે આણંદ શહેર પોલીસ મથકે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરાવીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આણંદ જિલ્લામાં પેટ્રોલીંગ કરી રહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરના પીએસઆઈ એસ. આઈ. પટેલ તથા તેમની ટીમને માહિતી મળી હતી કે, ગામડીના બારવીંઘા ખાતે રહેતો રણો ઉર્ફે રાણિયો ઉર્ફે સુરેશભાઈ જશભાઈ ચાવડા પોતાના મળતિયા માણસો દ્વારા વિદેશી દારૂનુ ં વેચાણ કરે છે જેના આધારે છાપો મારતાં પોલીસને જોઈને નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેની તલાશી લેતાં વિદેશી દારૂની બે પોટલીઓ મળી આવી હતી. જેની કિંમત ૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે.

(5:47 pm IST)