Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મૂર્ધન્ય સાહિત્યકાર મોહમ્મદ માંકડને નિવાસસ્થાને જઇને વિજયભાઇ રૂપાણીએ સાહિત્ય ગૌરવ પુરસ્કાર અર્પણ કર્યો

ગુજરાતી સાહિત્યની સમૃધ્ધ ધરોહર ભાવિ પેઢી સુધી સંવર્ધિત કરવા વ્યાપક પ્રચાર-પ્રસારની હિમાયત કરતા વિજયભાઇ

ગાંધીનગર,તા.૨૯: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી સાહિત્યની ધરોહરને ભાવિ પેઢી સુધી સંવર્ધિત કરવા તેમજ વધુ વ્યાપ અને પ્રસારની હિમાયત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતી સાહિત્યના ભવ્ય વારસામાંથી ભવિષ્યની પેઢી પણ પ્રેરણા લઇ આપણા આ મહામૂલા વારસાને સમજે-સાચવે, આત્મસાત કરે તેની આવશ્યકતા છે.

મુખ્યમંત્રીશ્રી મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ર૦૧૮ના વર્ષનો સાહિત્ય ગૌરવ પૂરસ્કાર અર્પણ કરવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા.

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઊર્દૂ અને કચ્છી ભાષામાં મહત્વનું પ્રદાન કરનારા મૂર્ધન્ય સાહિત્યકારોને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

તદ્દઅનુસાર ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે વર્ષ ર૦૧૮નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મૂર્ધન્ય અને જૈફ સાહિત્યકાર-લેખક શ્રી મોહમ્મદ માંકડને એનાયત કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સાહિત્ય ગૌરવ પુરસ્કારની નવતર ગરિમા પ્રસ્થાપિત કરતાં ૯૦ વર્ષીય વડીલ શ્રી મોહમ્મદ માંકડના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સામે ચાલીને જઇને આ પુરસ્કાર તેમને સન્માન સહ અર્પણ કર્યો હતો.

આ નાનો છતાં ગૌરવશાળી સમારોહ શ્રી મોહમ્મદ માંકડના સુપુત્ર નિવૃત્ત્। સનદી અધિકારી શ્રી અનિષ માંકડના નિવાસસ્થાનના પ્રાંગણમાં યોજાયો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, મોહમ્મદ માંકડે ૭ દાયકાથી વધુ સમયથી સંસ્કારી અને ચિંતનાત્મક સાહિત્ય સર્જનથી ગુજરાતી સાહિત્ય-ભાષા જગતની ઉત્ત્।મોત્ત્।મ સેવા કરી છે.

તેમણે અવિરત અને એકધારૃં યોગદાન આપીને પોતાની લેખની દ્વારા સમગ્ર ગુજરાતી સાહિત્યને ઉજાળ્યું છે એમ પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ શ્રી મોહમ્મદ માંકડના સ્વાસ્થ્ય અને દીર્ધાયુની કામના કરતા જણાવ્યું કે, તેઓ હજુ વધુ સુંદર-ઉત્કૃષ્ટ સાહિત્ય આપણને આપે તથા નવી પેઢીમાં સાહિત્ય-સંસ્કારના સિંચનમાં અવિરત પ્રદાન કરતા રહે.

તેમણે રાજયના પાટનગર ગાંધીનગરમાં સાહિત્ય, સંગીત અને અન્ય લલિત કળાઓના સંવર્ધન માટે એક ભવ્ય સાંસ્કૃતિક ભવનના નિર્માણની નેમ પણ દર્શાવી હતી.

આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી પ્રો. વિષ્ણુભાઇ પંડયા, યુવક સેવા રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓના અગ્ર સચિવ શ્રી સી.વી. સોમ, લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્ય સર્જકો, લેખકો, અગ્રણીઓ આમંત્રિતો અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:26 pm IST)