Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સુરતમાં બસનો ડ્રાઈવર અકસ્માત સર્જી ભાગવાના પ્રયાસમાં બસ રોંગ સાઈડમાં મૂકીને ફરાર : ટ્રાફિકજામ :મુસાફરો ફસાયા

વલસાડ-રાધનપુર બસનાં ડ્રાઇવરે રાહદારીને અડફેટે લઇ બીઆરટીએસનાં રૂટમાં રોંગ સાઇડમાં બસ મુકીને ફરાર

રતમાં  એસટી બસના ચાલકે ખોટી રીતે બીઆરટીએસ ટ્રેકમાં ચડી ગયેલ વલસાડ-રાધનપુર બસનાં ડ્રાઇવરે રસ્તે જતા રાહદારીને અડફેટે લીધા હતા. જો કે અડફેટે લીધા બાદ ભાગવાના પ્રયાસમાં બીઆરટીએસનાં રૂટમાં રોંગ સાઇડમાં બસ મુકીને ફરાર થઇ જતા ભારે ટ્રાફીક જામ થયો હતો.

ઘટના અંગેવિગતે મળતી માહિતી અનુસાર વલસાડધી રાધપુર જતી સ્લીપર જીએસઆરટીએસની દમણગંગા એક્સપ્રેસ બસે બીઆરટીએસના રૂટમાં બસ હંકારી હતી. જો કે અચાનક એક રાહદારી વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પણ તેણે બસ ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે રોંગસાઇડમાં બસ ચડાવી દીધી હતી. થોડે દુર જઇને બસમાંથી તે ફરાર થઇ ગયો હતો. રોંગ સાઇડમાં બસ મુકતા બીઆરટીએસની બસો અટવાતા ટ્રાફીક જામ સર્જાયો હતો.

અકસ્માત સર્જયા બાદ એસટી બસનો ચાલક તો ફરાર થઇ ગયો હતો. જો કે રાહદારીઓએ 108ની મદદથી ઇજાગ્રસ્ત હાલતમાં રાહદારીને સારવાર માટે ખસેડ્યા હતા. સુરતની સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે બીજી તરફ એસટી બસમાં રહેલા મુસાફરો અવઢવમાં મુકાયા હતા. કારણ કે ચાલક ફરાર થઇ જતા મુસાફરો અટવાયા હતા. લખાઇ રહ્યું છે ત્યાં સુધી તો બસને રોડ સાઇડમાં ખસેડીને મુકી દેવામાં આવી છે. મુસાફરો દ્વારા એસટી વિભાગનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

(10:18 pm IST)