Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

નર્મદા જિલ્લામાં શનિવારે ૪૧ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૯૩૮ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં સોનીવાડ ૦૨, ચિત્રકુટ ૦૧, સંતોષ ૦૧, ચોર્યાસીની વાડી ૦૧, રાજેન્દ્રનગર ૦૧ તથા નાદોદ તાલુકામાં ઉમરવા ૦૧, હજારપરા ૦૧, થરી ૦૨, માઘરોલ ૦૧, ભદામ ૦૧, તારોપા ૦૧, ભચરવાડા ૦૧, ઢોલાર ૦૧, લાછરસ ૦૧, ટંકારી ૦૧, પાટણા ૦૧, સિસોદ્રા ૦૧, વરખડ ૦૧, ઓરી ૦૧ તથા ગરુડેશ્વર તાલુકા માં સૂકા ૦૧, ઝરીયા ૦૧, ગરુડેશ્વર ૦૨, કેવડિયા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં બુંજેઠા ૦૧,જલોદરા ૦૩,તલાવપુરા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં કુનબાર ૦૧, ડેડીયાપાડા ૦૧, નાની બેડવાણ ૦૧,સોલિયા ૦૧ તથા  સાગબારા તાલુકામાં કેલ ૦૧, સાગબારા ૦૧, પાટલામહુ ૦૧, પાટ ૦૧, મોટી દેવરૂપાંણ ૦૧, બોરડીફળી ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૧ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૭ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૭૭ દર્દી દાખલ છે, આજે ૩૯ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૬૪૨ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૯૩૮ પર પહોચ્યો છે.આજે વધુ ૧૭૦૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:38 pm IST)