Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

રાજપીપળામાં ચાર દિવસના સ્વૈચ્છીક બંધ બાદ આજે બજારો ખુલ્યા : કેટલીક દુકાનોમાં કોવિડનું કડક પાલન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ચાર દિવસના સ્વૈચ્છીક બંધ બાદ આજે 24 એપ્રિલથી બજારની દુકાનો અને માર્કેટ ખુલતા લોકોએ રાહત મેળવી હતી બજારોની કેટલીક દુકાનોમાં કોવિડ-૧૯ ના નિયમનું કદક પાલન કરતા વેપારીઓ જોવા મળ્યા હતા જેમાં પ્રવેશ માંજ ટેમ્પરેચર ગન,સેનેટાઈજર માટે ખાસ કર્મચારી બેસાડેલો જોવા મળ્યો જયારે અમુક દુકાનોમાં એક બે ગ્રાહકો ખરીદી કરતા હોય ત્યારે અન્ય ગ્રાહકો ને ઓટલા નીચે ઉભા રહેવા અને માસ્ક ફરજીયાત પહેરવા સૂચના આપવામાં આવી હતી.આમ રાજપીપળા શહેરના વેપારીઓ કોરોના સંક્રમણ ન ફેલાઈ તે બાબતે ખાસ તકેદારી લેતા નજરે પડ્યા હતા.
  રાજપીપળા શહેરના બજારો બંધ કરવા કરતાં આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વધતા સંક્રમણ ને અટકાવવા અધિકારીઓ એ પગલાં લેવા જોઈએ તેવું ઘણા વેપારી ઓનું માનવું છે,બજારો સદંતર બંધ કરાવવા કરતા રોજ સાંજે વહેલી માર્કેટ,દુકાનો બંધ થાય તેવો સમય નક્કી કરવા વેપારીઓ જણાવી રહ્યા છે

(11:35 pm IST)