Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત : અમદાવાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા

આજે સવારે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ અને મુખ્યમંત્રી વિજયભાઈ સહિત અનેક લોકો સાથે એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા : તેમના સંપર્કમાં આવેલ સૌ ને પોતાનો ટેસ્ટ કરાવવા સલાહ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલને કોરોના પોઝીટીવ આવ્યો છે : આજે સવારે ગાંધીનગર ખાતે ઓક્સિજન પ્લાન્ટના ઉદ્દઘાટન સમયે નીતિનભાઈ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના સંખ્યાબંધ મહાનુભાવો ઉપસ્થિત હતા : જો કે અમિતભાઈ અને વિજયભાઈને આ પહેલા જ કોરોના પોઝીટીવ આવી ગયેલો છે : નીતિનભાઈની તબિયત સારી છે : તેમને યુ.એન. મહેતા અમદાવાદ હોસ્પિટલમાં દાખલ : આ પહેલા તેમણે વેક્સીનનો પહેલો ડોઝ પણ લઈ લીધેલ છે

(4:34 pm IST)