Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

પાટણ જીલ્લામાં કોરોના બેકાબુઃ ઉત્તર ગુજરાતમાં ઓકિસજનની ભારે અછત

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા.ર૪: સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઓકિસજનની ભારે અછત કેટલીક હોસ્પિટલોમાં બેડો ખાલી થઇ રહી છે. તો કેટલીક હોસ્પીટલોમાં ઓકિસીજન ઇન્જેકશનો અને બેડોના અભાવે દર્દીઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ દિન-પ્રતિદીન વણસી રહી છે. ભારે ચિંતા જનક પરિસ્થિતિમાં પાટણ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા જીલ્લાઓમાં ભયાનક અને દર્દવાહક પરિસ્થિતિનું નિરમાણ થઇ રહ્યું છે.

પાટણ જીલ્લાના છેવાળાના વિસ્તાર, હારીજ, સમી રાધનપુર અને સાંતલપુર વિસ્તારોમાં કોરોની પરિસ્થિતિ બેકાબુ બની ગઇ છે. સાંતલપુરના વારહી ગામમાં ગઇકાલે ૩, ઠકકર લોહાણા એક પ્રજાપતી સહીત ૭ જણાના કરૂણ મૃત્યુ થતા નાના એવા વારાહી ગામમાં હાહાકાર સાથે શોકનું મોજું ફરીવળ્યું હતું.

(4:02 pm IST)