Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

રાજપીપળામાં ચાર દિવસના સ્વૈચ્છીક બંધના અંતિમ દિવસે કેટલીક દુકાનો ખુલતા રાહત : ગ્રામ્ય વિસ્તારોમાં લગામ જરૂરી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા તેને અટકાવવા વહીવટી તંત્ર સ્વૈચ્છિક બંધ માટે વેપારીઓ સાથે મિટિંગ કરી દુકાનદારો ને ચાર દિવસના સ્વૈચ્છીક બંધ રાખવા મનાવ્યાં હતા ત્યારે ન છૂટકે વેપારીઓ એ અધિકારીઓ ની વાત માની બંધ જાહેર કર્યો પરંતુ શરૂઆત ના એક દિવસ સંપૂર્ણ બંધ બાદ ત્રીજા દિવસે કેટલીક શાકભાજી,ફ્રુટ ની લારીઓ ખુલ્લી જોવા મળી અને આજે ચોથા દિવસે અમુક દૂકનાઓ પણ ખુલતા લોકોએ રાહત અનુભવી હતી.
જોકે ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન સહિતના પ્રસંગોમાં ભીડ વધતા કોરોના સંક્રમણ વધ્યું હોવાની વાત ખુદ પ્રાંત અધિકારી પણ કબૂલી રહ્યા છે. અત્યારસુધી કોરોના સંક્રમણ જોતા એમ સ્પષ્ટ જોવા મળ્યું છે કે રાજપીપળા શહેર કરતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ના વધુ કેસો જોવા મળ્યા છે જેમાં ખાસ શુભ પ્રસંગો માં વધતી ભીડ પર કોઈ રોક ટોક ન હોવાથી આ સ્થિતિ ઉદભવી છે માટે તંત્ર એ ખાસ કોરોના સંક્રમણ નું કેન્દ્ર બિંદુ શોધી ત્યાં લગામ લગાવવી જરૂરી લાગી રહ્યું છે,માત્ર રાજપીપળા ના બજારો બંધ કરવાથી કોરોના સંક્રમણ ઘટે તેમ લાગી રહ્યું નથી.

(10:52 pm IST)