Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કડીના આદુંદરા કેનાલમાં 14 વર્ષની સગીરાના લાશનો ભેદ ઉકેલાયો :પિતાએ ગળું દબાવી કરી હત્યા : ધરપકડ

અમદાવાદથી એક્ટિવા પર સગીર પુત્રીને હોસ્ટેલમાં મુકવા આવતા રસ્તામાં મોતને ઘાટ ઉતારી

કડી નજીક આદુંદરા ગામની કેનાલમાંથી 14 વર્ષની સગીરાનો ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કડી પોલીસે આ કેસને લઇને તપાસ કરી આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો છે. કડીમાં 14 વર્ષીય સગીરાની હત્યાના આરોપીને પોલીસે 4 દિવસમાં જ ઝડપી પાડ્યો છે. સગીરાની હત્યા તેના પિતાએ જ કરી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે

    કડી નજીક આંદુદરા ગામની કેનાલમાંથી આશરે 14 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. કડી પોલીસે આ મામલે વધુ તપાસ કરતા સગીરાની હત્યા તેના પિતાએ જ કરી હોવાનું ખુલ્યુ હતું. સગીરા કડીની ચાલાસણ હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી.

   આરોપી પિતા અમદાવાદના દાણીલીમડાથી બાળકીને મુકવા એક્ટીવા ઉપર આવતો હતો અને રસ્તામાં જ બાળકીનો દુપટ્ટાથી ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.કડી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપી પિતાને ઝડપી પાડ્યો હતો.

(11:41 pm IST)