Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

શહેરી ધારાસભ્ય દીઠ માર્ગો બનાવવા અને મરામત માટે હવે 2 કરોડની ફાળવણી કરાશે

રાજ્યના 40થી વધુ શહેરી વિસ્તારના ધારાસભ્યો માટે મહત્વનો નિર્ણંય

અમદાવાદ : ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહયુ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બજેટની જોગવાઈમાં નવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં 40થી વધુ શહેરી વિસ્તારના ધારાસભ્યને લઈને મહત્વનો નિર્ણય જાહેર કરાયો છે.

આ નિર્ણય મુજબ ધારાસભ્યોને 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. ધારાસભ્ય દીઠ શહેરી માર્ગો બનાવવા અને મરામત માટે 2 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. જો કે ધારાસભ્યોએ માર્ગ બનાવવા અને મરામત માટે AMCની મંજૂરી લેવી પડશે.

(10:51 pm IST)