Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ડીસા-ભીલડી હાઇવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે ઈસમો પૈકી એકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

ભીલડી:ડીસા, ભીલડી હાઈવે પર ભીલડીમાં આવેલ સીલસીલા હોટલ આગળ પડેલ  ટ્રેઈલરની પાછળ પાછળથી આવી ટક્કર મારતા ટ્રેઈલરના કેબીનનો કુર્ચો બોલી ગયેલ અને પાછળના ટ્રેઈલરમાં સવાર બે  ઈસમોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

ભીલડી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના ભીલડી નેશનલ હાઈવે ઉપર સીલસીલા હોટલ ાગળ પડેલ ટ્રેઈલરની પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રેઈલરને ટક્કર મારતા પાછળના ટ્રેઈલરના કેબીનના કુર્ચા વળી જતા ટ્રેઈલરના કેબીનમાં બેઠેલ ડ્રાઈવર અને કંડક્ટરમાંથી એકનું મોત નિપજ્યું હતું. આ બાબતે સુખપાલ ભવરલાલ જાતે ગુર્જર ધંધો ડ્રાઈવિંગ,  રહે. દેવપુરા,તા. નસીરાબાદ, જી. અજમેરવાળાએ ટ્રક ટ્રેઈલરના ડ્રાયવર સદારામ ભવરભાઈ મેરાત, રહે.અજમેર,વિરુધ્ધ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભીલડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:34 pm IST)