Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સુરતના અડાજણમાં પુત્રએ માતા-પિતા સાથે મળી યુવાનને વિદેશ નોકરી અપાવવાના બહાને 6.50 લાખની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

સુરત:અડાજણની સાઇન કન્સલટન્સી સવસીસના દ્રિવેદી દંપતી અને તેના પુત્રએ બે પરપ્રાંતીય યુવાનને રશિયામાં નોકરી અપાવવાના બ્હાને રૃા. ૬.૫૦ લાખ પડાવી લેવાની ઘટનામાં અડાજણ પોલીસે મહિલાની ધરપકડ કરી છે.

હિમાચલપ્રદેશના જવાલી તાલુકાના લાહડુ ગામના રહેવાસી રાજીવ વિક્રમ સિંઘે ગત નવેમ્બર મહિનામાં યુ ટયુબ ચેનલ પર આવતી જાહેરાત જોઇ નોકરી માટે પાલનપુર જકાતનાકા સ્થિત રાજ ઓરિયન કોમ્પ્લેક્ષમાં આવેલી સાઇન કન્સલટન્સી સવસીસના રવિ રામનરેજ દ્રિવેદીનો મોબાઇલ પર સંર્પક કરી તેઓ સુરત આવ્યા હતા. જયાં રવિ અને તેના પિતા રામનરેશ અયોધ્યાપ્રસાદ દ્રિવેદી અને તેની માતા મીના રામનરેશ દ્રિવેદી (રહે. ભકિતધામ ટાઉનશીપ, કેનાલ રોડ, પાલનપુર) ને મળ્યા હતા.

(5:26 pm IST)