Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

નિઝામુદ્દીન તબલિગી જમાતમાં ગયેલા ૬૮ લોકો ગુમ:સરકારે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો

૮૩ લોકોને આઇડેન્ટિફાઈ કરીને કવોરંટાઇન કરાયા

અમદાવાદ : હાઈકોર્ટમાં કોરોના વાયરસ મામલે સુનવણી શરૂ થઈ . જેમાં ગુજરાત સરકારે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે . રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરાયો છે કે , નિઝામુદ્દીન તબગિલી જમાતના કાર્યક્રમમાથી ૬૮ લોકોની શોધખોળ થઈ શકી નથી . પોલીસ હજુ તેઓની શોધખોળ કરી રહી છે . ૮૩ લોકોને આઇડેન્ટિફાઈ કરીને કવોરંટાઇન કરાયા છે . તમામ તબલિગી જમાતમાં ભાગ લીધેલા અથવા નિઝામુદ્દીન જઇ આવેલા લોકો છે . આવા લોકોની ભાળ મેળવવા માટે રોની મદદ પણ લેવાઈ રહી છે . આવી અનેક રજૂઆત એડવોકેટ જનરલે હઈકોર્ટમાં કરી છે .

હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો કે , દિલ્હીમાં આયોજીત પબ્લિકે જમાતની સભામાં ભાગ લઈને ગુજરાત પરત ફરેલા ૬૮ લોકોની શોધ થઈ નથી . હાલ પોલીસ લોકોની તપાસ અને શોધખોળ કરી રહી છે . ૮૩ લોકોની ભાળ મેળવીને તેમને ક્વોરેન્ટાઈન કરાયા છે .

(12:03 am IST)
  • મમતા બેનર્જીએ નરેન્દ્રભાઈ પાસે ૨૫૦૦૦ કરોડની નાણાકીય સહાય માગી : રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે જયારે તમામ ઉદ્યોગ ધંધા ઠપ્પ થઈ ગયા છે ત્યારે મહેસુલ અને આવકમાં ઘટાડો થવાના કારણે રાજય સરકાર લોકોને વિનામૂલ્યે રેશન પૂરૂ પાડી શકે અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો અમલ ચાલુ રાખી શકે access_time 3:21 pm IST

  • રશિયામાં પણ હવે કોરોનાએ ફૂફાડો માર્યો: ૭૭૧ નવા કેસો એક દિવસમાં થયા જે એક જ દિવસમાં નોંધાયેલ સૌથી મોટો વધારો છે: રશિયામાં કોરોનાના ફુલ કેસ 3,548 થયા છે access_time 12:20 am IST

  • ન્યૂયોર્કમાં સ્થિતિ અતિ ભયજનક બની: એક જ દિવસમાં 8669 નવા કેસો નોંધાયા છે.432 નવા મૃત્યુ થયા છે. જ્યારે ટોટલ કેસો 92381 થયા છે અને મૃત્યુ 2,373. access_time 12:19 am IST