ગુજરાત
News of Friday, 3rd April 2020

નિઝામુદ્દીન તબલિગી જમાતમાં ગયેલા ૬૮ લોકો ગુમ:સરકારે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો

૮૩ લોકોને આઇડેન્ટિફાઈ કરીને કવોરંટાઇન કરાયા

અમદાવાદ : હાઈકોર્ટમાં કોરોના વાયરસ મામલે સુનવણી શરૂ થઈ . જેમાં ગુજરાત સરકારે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે . રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરાયો છે કે , નિઝામુદ્દીન તબગિલી જમાતના કાર્યક્રમમાથી ૬૮ લોકોની શોધખોળ થઈ શકી નથી . પોલીસ હજુ તેઓની શોધખોળ કરી રહી છે . ૮૩ લોકોને આઇડેન્ટિફાઈ કરીને કવોરંટાઇન કરાયા છે . તમામ તબલિગી જમાતમાં ભાગ લીધેલા અથવા નિઝામુદ્દીન જઇ આવેલા લોકો છે . આવા લોકોની ભાળ મેળવવા માટે રોની મદદ પણ લેવાઈ રહી છે . આવી અનેક રજૂઆત એડવોકેટ જનરલે હઈકોર્ટમાં કરી છે .

હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો કે , દિલ્હીમાં આયોજીત પબ્લિકે જમાતની સભામાં ભાગ લઈને ગુજરાત પરત ફરેલા ૬૮ લોકોની શોધ થઈ નથી . હાલ પોલીસ લોકોની તપાસ અને શોધખોળ કરી રહી છે . ૮૩ લોકોની ભાળ મેળવીને તેમને ક્વોરેન્ટાઈન કરાયા છે .

(12:03 am IST)