Gujarati News

Gujarati News

  • હૈદ્રાબાદના કેપ્ટનપદેથી વોર્નરની હકાલપટ્ટી : વિલિયમ્સન બન્યો નવો કેપ્ટન : આઈપીઍલમાં ડેવિડ વોર્નરની આગેવાની હેઠળ હૈદ્રાબાદની ટીમના સતત નબળા પ્રદર્શનને લીધે તેને કેપ્ટનપદેથી હટાવી વિલિયમ્સનને કેપ્ટન બનાવાયો છે. access_time 4:37 pm IST

  • હૈદ્રાબાદઃ તેલંગણાના કેબીનેટ મંત્રી ઇટેલા રાજેન્દર પાસે સ્વાસ્થ્ય મંત્રાલયનો હવાલો છીનવી લેતા મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ : કોરોનાના કપરા કાળમાં જમીન પચાવી પાડવાના કૌભાંડમાં સરકારના સ્વાસ્થ્ય મંત્રીનું નામ ખુલતા મુખ્યમંત્રીએ મોટી કાર્યવાહી કરી access_time 3:46 pm IST

  • સરકાર માટે રાહતઃ ઍપ્રિલનું જીઍસટી કલેકશન રેકર્ડબ્રેક ૧.૪૧ લાખ કરોડ નોંધાયુ : ઍપ્રિલનું જીઍસટી કલેકશન રૂ.૧,૪૧,૩૮૪ કરોડ નોંધાયુઃ જેમાં સીજીઍસટીના રૂ.૨૭૮૩૭ કરોડ, ઍસજીઍસટીના રૂ.૩૫૬૨૧ કરોડ, આઇજીઍસટીના રૂ.૬૮૪૮૧ કરોડ અને સેસ રૂ.૯૪૪૫ કરોડ છેઃ અત્યાર સુધીમાં આ સૌથી વધુ આંકડો છેઃ ગયા મહિના કરતા ૧૪ ટકા ઉંચુ કલેકશન નોંધાયુ access_time 4:10 pm IST