Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

માધુરીએ કોરોના રસીનો બીજો ડોઝ પણ લીધો

મુંબઇ,તા. ૨૮ : બોલીવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત ફિટનેસ બાબતમાં ખૂબ સજાગ રહે છે. અને કોરોના વાયરસ સામે પણ પુરી તકેદારી લઇ રહી છે. એણે ગઇ કાલે કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ પણ લઇ લીધો છે. અને દરેક જણને અપીલ કરી છે કે તેઓ રસી લઇ લે. ટ્‍વિટરના માધ્‍યમથી માધુરીએ લોકોને અપીલ કરી છે કે રસી જેવી તમને ઉપલબ્‍ધ થાય કે તરત જ એ લઇ લેજો.

માધુરી ટૂંક સમયમાં જ ડિજિટલ પ્‍લેટફોર્મ પર પદાર્પણ કરવાની છે. એ ફાઇન્‍ડિંગ અનામિક વેબસિરીઝમાં જોવા મળશે. તે શોમાં માધુરી એક સુપરસ્‍ટારની ભૂમિકા કરી રહી છે જે ગાયબ થઇ જાય છે. આ શોનું દિગ્‍દર્શન કરિશ્‍મા કોહલી અને બિજોય નામ્‍બિયારે કર્યું છે. દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. નીલ નીતિન મુકેશ સોનૂ સુદ, મનીષ મલ્‍હોત્રા, પૂજા ભટ્ટ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, સંજય લીલા ભણસારી, કેટરીના કૈફ, પરેશ રાવલ જેવા અનેક બોલીવૂડ સિતારાઓ આ બીમારીનો શિકાર બની ચૂક્‍યા છે.

 

(10:33 am IST)