Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

'કંચના-2'ની હિન્દી રીમેકમાં તરુણ અરોરાને મળ્યો વિલનનો રોલ

મુંબઇ:  અક્ષય કુમારઅને કિયારા અડવાણીની રાઘવ લોરેન્સની તમિલહોરર-કોમેડી ફિલ્મ 'કંચના'ની હિંદી રિમેકમાં કામ કરવાના છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મના ડેવલપમેન્ટ વિશે સૂત્રે જણાવ્યું હતું કે, '' આ ફિલ્મના વિલનના પાત્ર માટે ફિલ્મમેકર્સે એકટર તરુણ અરોરાને કાસ્ટ કરવાના છે. તરુણે ૨૦૦૭માં આવેલી ' જબ વી મેટ'માં કરીના કપૂરના બોયફ્રેન્ડ અંશુમનનું પાત્ર ભજવ્યુ ંહતું. તરુણે ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં પણ મૂળ ફિલ્મની માફક જ વિલન એક લાંચિયો એમએલએ હશે. ડાયરેકટર રાઘવે તરુણ સાથે 'કંચના ૩'માં કામ કર્યું છે. દિગ્દર્શકને આ પાત્ર માટે તરુણ જ યોગ્ય લાગ્યો હતો. sઆ ફિલ્મમાં તરુણના પાત્રના નાના ભાઇના રોલ માટે હજી અભિનેતાની શોધ બાકી છે. 

(5:17 pm IST)