Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સેટને ફૂલોથી સજાવાશેઃ લગ્ન રીયલ લાઈફમાં નહિ પણ રીલ લાઈફમાં

સલમાન - કેટરીનાના ઈદમાં લગ્ન?

મુંબઈ,તા.૪: બોલીવુડના સુપરસ્ટાર સલમાનના લગ્નને લઈ ફરી ચર્ચાએ જોર પકડયું છે. સલમાન અને કેટરીનાની આગામી ફિલ્મ 'ભારત' રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ ઈદ ઉપર રિલીઝ થશે. આ ફિલ્મમાં ટિવસ્ટ છે. સલમાન તેના ફેન્સને સરપ્રાઈઝ આપશે. સલમાન અને કેટરીના લગ્ન કરવાના છે.

ચાહકોને જણાવી દઈએ કે આ લગ્ન રીયલ લાઈફમાં નહિ પણ રીલ લાઈફમાં હશે. સલમાન અને કેટરીના ફિલ્મ 'ભારત' માટે એક સિકવેન્શ શૂટ કરી રહ્યા છે. ગીતમાં શૂટીંગ માટે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોરીયોગ્રાફર વૈભવી મરચન્ટ છે. આ ફિલ્મમાં અનેક અલગ અલગ ટ્રેક છે, પણ લગ્નના શૂટીંગની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફૂલોના ભવ્ય સેટનો શણગાર કરવામાં આવશે. ફિલ્મ 'ભારત'નું આ બીજુ ગીત છે. સલમાન અને કેટરીનાનું એક ગીત માલ્ટામાં શૂટ થયું હતું.

(3:55 pm IST)
  • ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદી ચાર વખત ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે :લોકસભા ચૂંટણીની માર્ચમાં જાહેરાત પહેલા પીએમ યુપીને ઘમરોળશે :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાર વખત પશ્ચિમથી લઇને પૂર્વી ઉત્તરપ્રદેશમાં ઝંઝાવાતી પ્રચાર કરશે access_time 1:29 am IST

  • દેશમાં પલટીમાર મુખ્યમંત્રી છે ચંદ્રાબાબુ નાયડુ :ટીડીપી માટે એનડીએના દરવાજા હંમેશા માટે બંધ ; અમિતભાઇ શાહની મહત્વની જાહેરાત :આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન,ચંદ્રાબાબુ નાયડુને પલટીમાર મુખ્યમંત્રી કહીને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહે કહ્યું કે ટીડીપી માટે એનડીએના દરવાજા હંમેશા માટે બંધ થયા છે અને ટીડીપીને ગઠબંધનમાં ક્યારેય સ્થાન મળશે નહીં access_time 1:18 am IST

  • જે પોતાનું ઘર ના સાંભળી શકે એ દેશ કઈ રીતે સંભાળી શકે :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પાર્ટીના કાર્યકર્તાઓએ પહેલા પોતાની ઘરેલુ જવાબદારીને પુરી કરવી જોઈએ:જે આવું નથી કરી શકતા એ દેશને નહિ સંભાળી શકે :ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ કાર્યકર્તાઓના એક સંમેલનમાં નીતિન ગડકરીએ આ વાત કહી હતી access_time 1:26 am IST