ફિલ્મ જગત
News of Monday, 4th February 2019

સેટને ફૂલોથી સજાવાશેઃ લગ્ન રીયલ લાઈફમાં નહિ પણ રીલ લાઈફમાં

સલમાન - કેટરીનાના ઈદમાં લગ્ન?

મુંબઈ,તા.૪: બોલીવુડના સુપરસ્ટાર સલમાનના લગ્નને લઈ ફરી ચર્ચાએ જોર પકડયું છે. સલમાન અને કેટરીનાની આગામી ફિલ્મ 'ભારત' રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ ઈદ ઉપર રિલીઝ થશે. આ ફિલ્મમાં ટિવસ્ટ છે. સલમાન તેના ફેન્સને સરપ્રાઈઝ આપશે. સલમાન અને કેટરીના લગ્ન કરવાના છે.

ચાહકોને જણાવી દઈએ કે આ લગ્ન રીયલ લાઈફમાં નહિ પણ રીલ લાઈફમાં હશે. સલમાન અને કેટરીના ફિલ્મ 'ભારત' માટે એક સિકવેન્શ શૂટ કરી રહ્યા છે. ગીતમાં શૂટીંગ માટે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોરીયોગ્રાફર વૈભવી મરચન્ટ છે. આ ફિલ્મમાં અનેક અલગ અલગ ટ્રેક છે, પણ લગ્નના શૂટીંગની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફૂલોના ભવ્ય સેટનો શણગાર કરવામાં આવશે. ફિલ્મ 'ભારત'નું આ બીજુ ગીત છે. સલમાન અને કેટરીનાનું એક ગીત માલ્ટામાં શૂટ થયું હતું.

(3:55 pm IST)