<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

એ રીઢા ગુનેગારે ભીડમાં ચેન કે પાકીટ ખેચવાને બદલે એસીપીનાં કમાન્‍ડોની કારતૂસ સાથેની રિવોલ્‍વર માખણમાંથી વાળ કાઢે તે રીતે કાઢી લેતા ખળભળાટ મચી ગયેલ : એ ભરેલ રિવોલ્‍વર કોઈ લૂંટ કે હત્‍યામાં વપરાય તે પહેલાં મૂળ સૌરાષ્ટ્રના વતની એવા સુરત ક્રાઇમ બ્રાન્‍ચ પીઆઇ જયરાજસિંહ ઝાલા ટીમે સુરતના રીઢા ગુનેગારોની આગવી ઢબે સરભરા કરી નસીમ સુધી પહોંચી જતા પોલીસ તંત્રે હાશકારો લીધેલ,ભીતરની રસપ્રદ કથા : ૪૪૨ જેટલા રીઢા ગુનેગારોની જેલ ભરનાર સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા વિચલિત થયા વગર ક્રાઇમ બ્રાન્‍ચના જેસીપી રાંઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી ભાવેશ રો જીયાને જવાબદારી સુપ્રત કરી અને વિવિધ ટીમોએ રાતોરાત પરિણામ લાવી ,સુરત પોલીસ ગુનેગારોની બે ડગ આગળ હોવાનું પુરવાર કરતાં ગાંધીનગર સુધી નોંધ લેવામાં આવી10:01 AM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST