તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th September 2024
અશ્વિનની શાનદાર સદી:પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકશાન પર 339 રન
રવિચંદ્રન અશ્વિન (102*) અને રવિન્દ્ર જાડેજા (86*) રને દાવમાં :યશસ્વી જયસ્વાલે 56 રન ફટકાર્યા

મુંબઈ :આજથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ ગયો છે. આજથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
રવિચંદ્રન અશ્વિનની શાનદાર સેન્ચુરી સાથે પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકશાન પર 339 રન થયા છે
પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકશાન પર 339 રન છે. રવિચંદ્રન અશ્વિન (102*) અને રવિન્દ્ર જાડેજા (86*) રન ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલે 56 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન બંનેની હાફ સેન્ચુરી, સાતમી વિકેટ માટે 100 રનથી વધુની પાર્ટનરશીપથઇ છી
ટી બ્રેક સુધી ભારતનો સ્કોર 7 વિકેટના નુકશાન પર 176 રન, જયસ્વાલના શાનદાર 56 રન થયા હતા
લંચ સુધી ભારતનો સ્કોર 3 વિકેટ ગુમાવીને 88 રન, જયસ્વાલ અને પંતની જોડી ક્રિઝ પર જામી હતી
પ્રથમ દિવસે લંચ સુધીમાં ભારતનો 3 વિકેટના નુકસાન પર 88 રન છે. યશસ્વી જયસ્વાલ 37 રને જ્યારે ઋષભ પંત 33 રને ક્રિઝ પર છે. બંને વચ્ચે 50થી વધુ રનની ભાગીદારી થઈ ગઈ છે.
બંને ટીમોની પ્લેઈંગ 11
બાંગ્લાદેશ: શાદમાન ઇસ્લામ, ઝાકિર હસન, નજમુલ હુસૈન શાંતો (c), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (w), મેહિદી હસન મિરાઝ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા.
ભારત: રોહિત શર્મા (c), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (w), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
