News of Thursday, 19th September 2024
રશિયન શસ્ત્રાગાર પર યુક્રેનનો ડ્રોન હુમલો
ભયાનક વિસ્ફોટથી ૧૪ કીલોમીટર વિસ્તાર હચમચી ઉઠયો

લંડનઃ યુધ્ધ બલોગર્સ અને કેટલાક મીડીયા અહેવાલો અનુસાર, રશીયા પર મોટા પાયે યુક્રેનીયન ડ્રોન હુમલાના કારણે બુધવારેરવેશ પ્રદેશમાં એક મોટા શષાાગારમાં થયેલ ભયાનક વિસ્ફોટના કારણે નજીકના શહેરને ખાલી કરાવવાની ફરજપડી હતી. નાસાના ઉપગ્રહોએ શરૂઆતના કલાકોમાં સાઇટ પર લગભગ ૧૪ ચોરસ કિલોમીટરના વિસ્તારોમાંથી નીકળેલા તીવ્ર ગરમીનાસ્ત્રોતો નોંધ્યા હતા. અને ભૂકંપ મોનીટરીંગ સ્ટેશનોએ આ વિસ્તારમાં એક નાના ભૂકંપ જેવા આંચકઓ નોંધ્યા હતા.
રશીયન સરકારી મીડીયાના અહેવાલ અનુસાર, વિસ્ફોટના સ્થળે પરંપરાગત શષાો માટેનું એક મોટુ શષાાગાર આવેલુછે. બુધવારના અહેવાલ પછી લશ્કરી સેન્સરશીપ કાયદા હેઠળ આ મીડીયાને હવે મોન કરી દેવાયું છે.
ટવેર પ્રદેશના ગવર્નર ઇગોર રૂડેન્યાએ જણાવ્યુ હતું કે યુક્રેનીયન ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. આગ ફાટી નીકળવાના કારણે કેટલાક રહેવાસીઓને બહાર કાઢી લેવાયા હતા તો યુક્રેનની સરકારી સુરક્ષા સેવાનાસ્ત્રોતે જણાવ્યું હતું કે આ ડ્રોન હુમલામાં બોમ્બ મીસાઇલો અને અન્ય શસ્ત્રોનો સંગ્રહ કરતા શસ્ત્રાગારનો નામ થયો છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
