<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઊંઝામાં 5511 રૂપિયા બોલાયો : જાણો રાજ્યની 27 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ : જુઓ સંપૂર્ણયાદી

ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,242.73 ટન જીરાની આવક થઇ

અમદાવાદ : આજે ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,242.73 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5450 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4200 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત હારીજમાં 5 હજાર રૂ., હળવદમાં 4978 રૂ., વાવમાં 4951 રૂ., ગોંડલમાં 4911 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,242.73 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 852.50 ટન, રાજકોટમાં 114 ટન, મોરબીમાં 77.90 ટન, જામનગરમાં 58.60 ટન,જૂનાગઢમાં 45.06 ટન, દેવભૂમિ દ્વારકામાં 29.20 ટન, પાટણમાં 25.52 ટન, બોટાદમાં 12.20 ટન, બનાસકાંઠામાં 9.72 ટન, કચ્છમાં 6.52 ટન, અમદાવાદમાં 6.01 ટન, અમરેલીમાં 2.60 ટન, સુરેન્દ્રનગરમાં 1.50 ટન, પોરબંદરમાં 1.40 ટન જીરાની આવક થઇ છે.

(9:28 PM IST)