<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સુરતની પાર્થ પ્લાસ્ટિક તેમજ પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગ: મોટું નુકસાન: જાનહાની નથી: સુરતના હોજીવાલા વિસ્તારમાં આવેલી ઈન્ટરનેશનલ કાપડની કંપની DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં કાપડની કંપનીના યાનમાં ભીષણ આગ લાગી છે. જ્યારે વિકરાળ બનેલી આગ બાજુની પ્લાસ્ટિક કંપનીમાં પણ લાગી હતી. કોઈ જાનહાનિ થઈ નથી. કંપનીમાં રહેલા માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. હોજીવાલા વિસ્તારમાં રોડ નંબર ૧૭ પર આવેલી પાર્થ પ્લાસ્ટિક તેમજ પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ છે. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં હોજીવાલા ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. 4:47 PM IST

ગ્રીન કાર્ડનું ભવિષ્ય ટ્રમ્પના હાથમાં, અમેરિકાના વોઈસ પ્રેસિડેન્ટ વેન્સનો મોટો ધડાકો: શું "અમેરિકામાં સ્થાયી રહેવાની હવે કોઈ ગેરંટી નહીં ? નવી ટ્રમ્પ સરકાર લેશે નિર્ણય: વોશિંગ્ટન: "ગ્રીન કાર્ડ હોલ્ડરોનું ભવિષ્ય ટ્રમ્પના હાથમાં, વાઈસ પ્રેસિડેન્ટ વેન્સનો મોટો ધડાકો: ગ્રીન કાર્ડ હોય એટલે હવે અમેરિકામાં સ્થાયી રહેવાની ગેરંટી નહીં: ટ્રમ્પની નવી સરકાર લેશે નિર્ણય: આ નિવેદનથી લાખો ગ્રીન કાર્ડ ધારકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે: ન્યુઝ ફર્સ્ટ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ગ્રીન કાર્ડ ધારકો માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "ગ્રીન કાર્ડ એ અમેરિકામાં કાયમી રહેવાની ગેરંટી નથી. ટ્રમ્પ સરકાર આવનારા દિવસોમાં ગ્રીન કાર્ડ ધારકોના ભાવિ અંગે નિર્ણય લેશે." નિષ્ણાતોના મતે, નવી ઇમિગ્રન્ટ્સ નીતિઓ મોટા ફેરફારો લાવી શકે છે. 4:41 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST