<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

IPL 2025: IPLમાં સૌથી વધુ ઓરેન્જ અને પર્પલ કેપ્સ કોણે જીતી છે ? :કોહલીએ ઈતિહાસ રચ્યો

IPL 2025 સિઝનમાં 65 દિવસમાં આ 10 ટીમો વચ્ચે ફાઈનલ સહિત કુલ 74 મેચો રમાશે.

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થશે. જ્યારે ફાઈનલ મેચ 25મી મેના રોજ રમાશે. પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન ખાતે રમાશે. IPL 2025 સિઝનમાં 65 દિવસમાં આ 10 ટીમો વચ્ચે ફાઈનલ સહિત કુલ 74 મેચો રમાશે.

  ગત એટલે કે IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઈટલ જીત્યું હતું. પરંતુ બેટિંગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલીનો દબદબો હતો અને બોલિંગમાં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા ફાસ્ટ બોલર હર્ષલ પટેલનો દબદબો હતો.

  કોહલીએ સમગ્ર સિઝનમાં બેટથી શાનદાર રમત રમી અને સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી. જ્યારે હર્ષલ પટેલે સૌથી વધુ વિકેટ લઈને પર્પલ કેપ કબજે કરી હતી.

કોહલીએ IPL 2024માં 15 મેચોમાં 61.75ની એવરેજ અને 154.69ની સ્ટ્રાઈક રેટથી 741 રન બનાવ્યા હતા. આ દરમિયાન કિંગ કોહલીએ એક સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. વિરાટે બીજી વખત ઓરેન્જ કેપ કબજે કરી હતી.

  આ સાથે કોહલી IPLમાં બે વખત ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલા કોહલીએ 2016ની સિઝનમાં 973 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી.જાણો આઈપીએલના  અત્યાર સુધીના ઓરેન્જ અને પર્પલ કેપ વિજેતાઓ વિશે..

  આઈપીએલમાં ઓરેન્જ કેપ જીતનાર ખેલાડીઓની યાદી: સિઝન વિનિંગ રન 2008 શોન માર્શ (પંજાબ કિંગ્સ) 616 2009 મેથ્યુ હેડન (ચેન્નઈ સુપર કિંગ્સ) 572 2010 સચિન તેંડુલકર (મુંબઈ ઈન્ડિયન્સ) 618 2011 ક્રિસ ગેલ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) 608 2012 ક્રિસ ગેલ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) 733 2013 માઈકલ હસી (ચેન્નઈ સુપર કિંગ્સ) 733 2014 રોબિન ઉથપ્પા (કોલકાતા નાઈટ રાઈડર્સ) 660 2015 ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) 562 2016 વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) 973 2017 ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) 641 2018 કેન વિલિયમસન (સનરાઇઝર્સ હૈદરાબાદ) 735 2019 ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) 692 2020 કેએલ રાહુલ (પંજાબ કિંગ્સ) 670 2021 રૂતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ) 635 2022 જોસ બટલર (રાજસ્થાન રોયલ્સ) 863 2023 શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ) 890 2024 વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) 741  

    હર્ષલ પટેલે બીજી વખત પર્પલ કેપ પણ જીતી હતી બીજી તરફ જો ઝડપી બોલર હર્ષલ પટેલની વાત કરીએ તો તેણે 2024ની આ સીઝનમાં કુલ 14 મેચમાં 19.87ની એવરેજ અને 9.73ની ઈકોનોમી રેટથી 24 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે બીજી વખત પર્પલ કેપ કબજે કરી હતી. આ પહેલા હર્ષલે 2021 સીઝનમાં પણ પર્પલ કેપ જીતી હતી.   

   આઈપીએલમાં પર્પલ કેપ જીતનાર ખેલાડીઓની યાદી: સિઝન વિનિંગ વિકેટ 2008 સોહેલ તનવીર (રાજસ્થાન રોયલ્સ) 22 2009 આરપી સિંઘ (ડેક્કન ચાર્જર્સ) 23 2010 પ્રજ્ઞાન ઓઝા (ડેક્કન ચાર્જર્સ) 21 2011 લસિથ મલિંગા (મુંબઈ ઈન્ડિયન્સ) 28 2012 મોર્ને મોર્કેલ (દિલ્હી કેપિટલ્સ) 25 2013 ડ્વેન બ્રાવો (ચેન્નઈ સુપર કિંગ્સ) 32 2014 મોહિત શર્મા (ચેન્નઈ સુપર કિંગ્સ) 23 2015 ડ્વેન બ્રાવો (ચેન્નઈ સુપર કિંગ્સ) 26 2016 ભુવનેશ્વર કુમાર (સનરાઈઝર્સ હૈદરાબાદ) 23 2017 ભુવનેશ્વર કુમાર (સનરાઈઝર્સ હૈદરાબાદ) 26 2018 એન્ડ્રુ ટાય (પંજાબ કિંગ્સ) 24 2019 ઈમરાન તાહિર (ચેન્નઈ સુપર કિંગ્સ) 26 2020 કાગીસો રબાડા (દિલ્હી કેપિટલ્સ) 30 2021 હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 32 2022 યુઝવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ) 27 2023 મોહમ્મદ શમી (ગુજરાત ટાઇટન્સ) 28 2024 હર્ષલ પટેલ (પંજાબ કિંગ્સ) 24  

   IPL 2024માં સૌથી વધુ રન • વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 741 રન • રૂતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ) – 583 રન • રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ) – 573 રન • ટ્રેવિસ હેડ (સનરાઈઝર્સ હૈદરાબાદ) – 567 રન • સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ) – 531 રન

  IPL 2024માં સૌથી વધુ વિકેટ • હર્ષલ પટેલ (પંજાબ કિંગ્સ) – 24 વિકેટ • વરુણ ચક્રવર્તી (કોલકાતા નાઈટ રાઈડર્સ) – 21 વિકેટ • જસપ્રીત બુમરાહ (મુંબઈ ઈન્ડિયન્સ) – 20 વિકેટ • આન્દ્રે રસેલ (કોલકાતા નાઈટ રાઈડર્સ) – 19 વિકેટ • હર્ષિત રાણા (કોલકાતા નાઈટ રાઈડર્સ) – 19 વિકેટ

(11:19 PM IST)