Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ટેનિસના દિગ્ગજ બ્રાયન બ્રધર્સ લેશે નિવૃતી : કુલ 118 ટુર્નામેન્ટ અને 16 ગ્રાન્ડસ્લેમ જીત્યા

41 વર્ષના જુડવા ભાઈઓ યુએસ ઓપન બાદ નિવૃતી લેશે

મુંબઈ : ટેનિસ જગતના દિગ્ગજ ગણાતા એવા અમેરિકાના સ્ટાર બ્રાઇન બ્રધર્સ હવે ટેનિસ જગતને અલવિદા કહેશે. બોબ બ્રાયન અને માઈક બ્રાયન બ્રધર્સે છેલ્લા ઘણા સમયથી ટેનિસ જગતમાં રાજ કર્યું છે. 41 વર્ષના જુડવા ભાઈઓએ કહ્યું કે , તે આવતા વર્ષે યુએસ ઓપનમાં ભાગ લીધા પછી નિવૃત્તિ લેશે. તે આ ચેમ્પિયનશિપમાં પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ 1995 માં રમ્યા હતા. બંને ભાઈઓએ અત્યાર સુધીમાં રેકોર્ડ 118 ટૂર્નામેન્ટ જીતી છે. તેમાં 16 ગ્રાન્ડસ્લેમ શામેલ છે. તેમણે 2012 લંડન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બોબ બ્રાયને કહ્યું , અમે નક્કી કર્યું છે કે અમારે મગજને આરામ આપવો છે. આ જર્ની બહુ સારી રહી છે. અમે સ્વસ્થતા સાથે આ સફર સમાપ્ત કરવા માગીએ છીએ. અમે હજી પણ ટાઇટલ જીતવા માટે રમી રહ્યા છીએ. બંને ભાઈ પહેલીવાર 2003માં ડબલ્સમાં નંબર વન બન્યા હતા. બંને ભાઈ 438 અઠવાડિયા સુધી પ્રથમ સ્થાને રહ્યા અને 10 વાર સીઝનનો અંત પ્રથમ સ્થાને કર્યો હતો.

(10:07 pm IST)