Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

બાળકો સાથે ગલી ક્રિકેટ રમતો કોહલી

ઇન્‍દોરઃ  ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્‍ટન વિરાટ કોહલી પોતાના ચાહકોને અનેક વાર સરપ્રાઇઝ આપતો જોવા મળે છે. આ વખતે તે ઇન્‍દોરમાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમતો જોવા મળ્‍યો હતો. હકીકતમાં એક શૂટ માટે કોહલી ઇન્‍દોરના બિચોલી મરદાના એરિયામાં ગયો હતો અને ત્‍યાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમ્‍યો હતો જેનો વિડેયો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થયો હતો. શર્ટ અને જીન્‍સમાં હેન્‍ડસમ લાગી રહેલા કેપ્‍ટન કોહલીએ બાળકો સાથે કેટલીક મસ્‍તી પણ કરી હતી.

 

(4:03 pm IST)