Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલો ખેલાશે

નવી દિલ્હી : ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર અંતર્ગત કાલે તાજિકિસ્તાનના ડુશાન્બે ખાતે ભારત અને અફઘાનિસ્તાનની ફૂટબોલ ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે. તાજિકિસ્તાનમાં ઘણી વખત તાપમાન શૂન્યથી નીચે જતુ રહેતું હોય છે અને આવી કડકડતી ઠંડી ભારત માટે પડકારરૃપ રહેશે. કાલે સાંજે ૭.૩૦ વાગ્યાથી ફૂટબોલ મેચનો પ્રારંભ થશે.

   ભારતે વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની આશા જીવંત રાખવા માટે જીતવું જરુર છે. ભારતે સપ્ટેમ્બરમા દોહામાં રમાયેલી ક્વોલિફાયરમાં એશિયન ચેમ્પિયન કતાર સામેની મેચ ડ્રોમાં ખેંચીને ઈતિહાસ રચ્યો હતો. જોકે ત્યાર બાદ ઓમાન સામે ભારતને ૧-૨થી હારનો સામનો કરવો પડયો હતો.

   ભારત વર્લ્ડ રેન્કિંગમાં ૧૦૬માં ક્રમે છે, જ્યારે અફઘાનિસ્તાન ૧૪૯ માં ક્રમે છે. ભારતના ત્રણ મેચમાં બે પોઈન્ટ છે અને અફઘાનિસ્તાન સામેની મેચ કરો યા મરો સમાન બની રહેશે. કોચ સ્ટિમાચ ઈચ્છે છે કે ટીમ આ તક ઝડપી લે. અગાઉ બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતે આખરી મિનિટોમાં ગોલ સહન કર્યો હતો અને મેચ ડ્રો થઈ હતી.

(1:05 pm IST)