Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રાહુલ ખૂબ જ સારા ફોર્મમાં, ટેસ્ટમાં ૫૦ બોલમાં સેન્ચુરી મારવાની ક્ષમતા રાખે છે : ગંભીર

ઈન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ગૌતમ ગંભીરે લોકેશ રાહુલના વખાણ કરતાં કહ્યું છે કે તેનામાં ૫૦ બોલમાં ૧૦૦ રન કરવાની ક્ષમતા છે. ગંભીરે કહ્યું કે રાહુલ ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. દરેક વખતે તેની બેટીંગ જોવી મને ગમે છે પણ મને એમ લાગે છે કે શા માટે તે આ રીતે ટેસ્ટ મેચમાં નથી રમતો? માત્ર વાઈટ બોલ ગેમનો પ્રશ્ન નથી, પણ તેનામાં જે કવોલીટી છે એ ખરેખર અદ્દભૂત છે. તેનામાં એ ક્ષમતા છે કે તે ટેસ્ટ મેચમાં પણ ૫૦ બોલમાં સેન્ચુરી મારી શકે છે.

(1:20 pm IST)