Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ઓસ્ટ્રેલિયાને મદદ કરવા આઈસીસીએ ક્રિકેટ કોમ્યુનિટીને કરી વિનંતી

આગથી લાખો પ્રાણીઓના મોત નિપજ્યા, ૨ હજાર ઘરો બળીને ખાખ, આઈસીસીનો ટી-૨૦ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાનાર છે

દુબઈ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ હાલમાં ક્રિકેટ કમ્યુનીટીને આગળ આવી ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના અસરગ્રસ્તોને મદદ કરવા વિનંતી કરી છે. છેલ્લા ઘણા દિવસથી લાગેલીલ આ આગમાં ૨૫ લોકોના તેમ જ લાખો પ્રાણીઓના મોત થયા છે. ૨૦૦૦ જેટલા ઘરો પણ બળીને ખાખ થયા છે.

આઈસીસીએ આપેલા નિવેદનમાં કહ્યુ છે કે વૈશ્વિક ક્રિકેટ પરીવારની મદદથી અમે અમારા ચેરીટી પાર્ટનર યુનિસેફ ઓસ્ટ્રેલિયાના મારફતે ઓસ્ટ્રેલિયામાં જે આગ લાગી છે એમાં મદદ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. દાવાનળ પ્રભાવિત વિસ્તારોમાં બાળકોને સહાય કરવા માટે એક ભંડોળ એકઠુ કરવાની અમે યોજના બનાવી છે. આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, પાર્ટનર્સ અને સ્ટેકહોલ્ડર્સની મદદથી અમે યોજાવાના છીએ. અમે દરેકને આગળ આવી ભંડોળ એકઠુ કરી સહાય કરવાની વિનંતી કરીએ છીએ.

(4:35 pm IST)