Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

તમિલનાડુની ટીમમાં રવિચંદ્રન અશ્વિન, દિનેશ કાર્તિક અને અભિનવ મુકુંદનો સમાવેશ કરાયો

વિજય શંકરના નેતૃત્વમાં ૧૧ જાન્યુઆરીથી એમ એ ચિદમ્બરમમાં મુંબઈ સામે ટકરાશે

ચેન્નાઇ : તમિલનાડુએ મુંબઈ અને રેલ્વે સામે આગામી બે રણજી ટ્રોફી મેચ માટે ટોપ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, અનુભવી દિનેશ કાર્તિક અને અભિનવ મુકુન્દને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વિજય શંકરની આગેવાની વાળી ટીમ ૧૧ જાન્યુઆરીથી એમ એ ચિદમ્બરમમાં મુંબઈથી ટકરાશે જ્યારે ૧૯ જાન્યુઆરીના તેમનો સામનો રેલ્વેથી થશે.

 રવિચંદ્રન અશ્વિન સીઝનની પ્રથમ બે મેચ રમ્યા હતા જેમાં તમિલનાડુને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમને મુંબઈ સામે મહત્વની મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટેસ્ટથી બહાર મુરલી વિજય તેમ છતાં ટીમના ભાગ નથી જે સત્રની શરૂઆતી મેચમાં બહાર છે.

તમિલનાડુની ટીમ આ પ્રકાર છે : વિજય શંકર (કેપ્ટન), અભિનવ મુકુન્દ, ગંગા શ્રીધર રાજુ, સૂર્ય પ્રકાશ, કૌશિક ગાંઘી, બી અપરાજિત, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, એસ સાઈ કિશોર, એમ સિદ્ધાર્થ, ટી નટરાજન, એન જગદીશન, કે વિગ્નેસ, કે મુકુન્દ, પ્રદોપ રંજન પોલ.

વર્તમાન રણજી ટ્રોફી સત્રમાં મુંબઈ અને તમિલ નાડુ બંને ટીમોનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. એલીટ પુલની પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો તમિલનાડુ ૧૬ માં નંબર પર છે. જ્યારે મુંબઈનો નંબર ૧૩ પર છે. તમિલનાડુને અત્યાર સુધી ૪ મેચમાં એક પણ જીત પ્રાપ્ત થઈ નથી. તેમની બે મેચ ડ્રો રહી છે અને બેમાં તેને હાર મળી છે. મુંબઈએ ૩ માંથી એક મેચ જીતી છે અને ૨ માં તેને હાર મળી છે જ્યારે એક મેચ ડ્રો રહી છે.

તમને જણાવી દઈએ કે, મુંબઈના દિગ્ગજ અજિંક્ય રહાણે આ રણજી સીઝનમાં ફ્લોપ રહી છે. તેમને ૩ મેચમાં ૧૮.૧૬ ની એવરજથી ૧૦૯ રન બનાવ્યા છે. તેમના બેટથી એક જ અડધી સદી નીકળી છે. તેમ છતાં રવિચંદ્રન અશ્વિને સારુ પ્રદર્શન કર્યું છે, તેમને બે મેચમાં ૧૭ વિકેટ લીધી છે.

(11:17 am IST)