Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

રવિ શાસ્ત્રીનો વેલીંગ્ટન સાથે વિશેષ સંબંધ

પદાર્પણના ૩૮ વર્ષ બાદ ફરી પાછો અહિં આવ્યાનો આનંદ

ભારતીય ટીમ એક તરફ વેલીંગ્ટનમાં પોતાની પાંચમી વન-ડેની તૈયારી કરી રહી છે તો બીજી તરફ કોચ રવિ શાસ્ત્રી અહિંના મેદાનને જોઈને ભૂતકાળની યાદોમાં સરી પડ્યો છે. ન્યુઝીલેન્ડના આ જ મેદાનમાં ૧૯૮૧ની ૨૧ ફેબ્રુઆરીએ ૩૮ વર્ષ પહેલા તેણે ભારત તરફથી ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું. ત્યાર બાદ તે ભારત તરફથી કુલ ૭૯ ટેસ્ટ રમ્યો હતો. એટલુ જ નહિં હાલમાં ભારતીય ટીમના કોચની ભૂમિકા ભજવનારા શાસ્ત્રીએ ભારત તરફથી ઓલરાઉન્ડર તરીકે કુલ ૧૫૦ વન-ડે પણ રમી છે. શાસ્ત્રીએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો શેર કરીને કહ્યું હતું કે ૩૮ વર્ષ આ જ મેદાનમાં ૧૯૮૧માં હું ભારત તરફથી પહેલી મેચ રમ્યો હતો. કયારેય વિચાર્યુ નહોતુ કે જયાંથી મારી કરીઅરની શરૂઆત થઈ હતી ત્યાં આ રીતે પાછો આવીશ.

(4:02 pm IST)