Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કર્મચારીઓના પગારમાં ઇસીબીએ મૂકયો કાપ

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ૫.૭૫ અબજ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે

લંડન, તા.૩: કોરોના વાઇરસને લીધે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ પોતાના કર્મચારીઓના પગારમાં કાપ મૂકયો છે. સેન્ટ્રલ કોસ્ટમાં ઘટાડો કરવા અને લાંબા ગાળા માટે નોકરીઓ બચાવવાના ભાગરૂપે આ કાપ મૂકવામાં આવ્યો છે. દરેક કર્મચારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ કાપ પહેલી એપ્રિલથી મે મહિના માટે લાગુુ કરવામાં આવ્યો છે.

પગારમાં મુકાનારો આ કાપ કર્મચારીઓના જોબ-ગ્રેડના આધારે રહેશે જે તેમના પગારના ૧ થી ૨૫ ટકા સુધી રહેશે. એકિઝકયુટિવ મેનેજમેન્ટ ટીમ અને બોર્ડના પગારમાં ૨૦ ટકા, જયારે ચીફ એકિઝકયુટિવ ઓફિસર ટોમ હેરિસને પોતાના પગારમાં ૨૫ ટકા કાપ મૂકવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઇસીબીએ ૨૦૨૦ની બધી નવી ભરતી પર પણ રોક મૂકી દીધી છે. ઇંગ્લેન્ડના ક્રિકેટ જગત સાથે સંકળાયેલા લોકોને મદદ કરવા ઇસીબીએ તાજેતરમાં ૫.૭૫ અબજ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

(3:27 pm IST)